ગુજરાત સરકારે જાહેર કરી 2026ની સરકારી રજાઓ, જુઓ સંપૂર્ણ યાદી

On: November 27, 2025 9:06 PM
Gujarat government announces holidays 2026 list

ક્યારેય એવું થયું છે કે રજા ચૂકી જવાથી આખી ફેમિલી પ્લાન બગડી ગઈ હોય? કે પછી છેલ્લી ઘડીએ ખબર પડે કે આજે ઓફિસ બંધ છે? બસ, આ જ ચિંતાથી દૂર રાખવા માટે ગુજરાત સરકારે હવે ગુજરાત સરકારની રજાઓ 2026ની સત્તાવાર યાદી જાહેર કરી છે. Gujarat government announces holidays 2026 list

પણ એક નાની નિરાશા પણ છે. ત્રણ મોટા તહેવાર રવિવારે આવ્યા છે. એટલે વધારાની રજાનો લાભ નહીં મળે. સાંભળીને મન થોડી વાર માટે ઊતરી જાય, છે ને?

ગુજરાત સરકારની રજાઓ 2026માં કુલ કેટલી રજા છે?

ગુજરાતના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જાહેર કરેલી યાદી મુજબ:

  • કુલ જાહેર રજાઓ: 23
  • મરજિયાત રજાઓ: 2 (પસંદગી મુજબ)
  • બેંક હોલિડે: અલગથી લાગુ

આ યાદી સરકારી કર્મચારીઓ, વિદ્યાર્થીઓ, બેંક ગ્રાહકો અને સામાન્ય લોકો માટે પણ ખૂબ ઉપયોગી છે. કારણ કે અહીંથી જ તમારા પ્રવાસ, પરિવારની યોજના અને વ્યક્તિગત નિર્ણયની શરૂઆત થાય છે.

2026માં રવિવારે આવતાં મોટા તહેવાર

અહીં જ થોડી કડવી સચ્ચાઈ છે.

નીચેના ત્રણ મહત્વના તહેવાર રવિવારે આવતા હોવાથી અલગ રજા તરીકે જાહેર નહીં થાય:

  • મહાશિવરાત્રી – 15 ફેબ્રુઆરી 2026
  • શ્રી પરશુરામ જયંતી – 19 એપ્રિલ 2026
  • દિવાળી – 08 નવેમ્બર 2026

સરકારે જાહેર કરી 2026ની સરકારી રજાઓ લિસ્ટ : અહીં થયો જોવો

Leave a Comment