ફિક્સ પગારના કર્મચારીઓ માટે ખૂબ જ મોટી જાહેરાત… ગુજરાત સરકારે ફિક્સ પગારના કર્મચારીઓનાં પગારમાં વધારો કર્યો…

On: November 28, 2025 1:33 PM
allowances for fixed salary

ક્યારેય એવું લાગ્યું છે કે તમે એકથી વધુ જવાબદારી સંભાળી રહ્યા છો, પણ મળતું વળતર એ જ જૂનું? સવારે સમયસર ઓફિસ પહોંચવું, એકની જગ્યાએ બે કામ કરવું, અને છતાં પણ પગારમાં કોઈ ખાસ ફેરફાર નહીં… Gujarat Govt allows higher allowances for fixed salary

આ જ જગ્યા પર હવે રાજ્ય સરકારે ફિક્સ પગારના કર્મચારીઓ માટે એક મોટો અને હળવો શ્વાસ આપવા જેવો નિર્ણય લીધો છે. ફિક્સ પગારના કર્મચારીઓ માટે રાજ્ય સરકારની મોટી જાહેરાત હેઠળ હવે વધારાના ચાર્જ માટે 5 થી 10 ટકા સુધીનું એલાઉન્સ મળશે, જે મળીને કુલ 15% સુધી પહોંચી શકે છે. આ માત્ર આંકડો નથી, પણ રોજિંદી મહેનતને મળતી સાચી ઓળખ છે.

Govt Exam તૈયારી માટે ઉપયોગી એપ — આજે જ ડાઉનલોડ કરો

ફિક્સ પગારના કર્મચારીઓ માટે રાજ્ય સરકારની મોટી જાહેરાત શું છે?

રાજ્ય સરકાર દ્વારા સીધી ભરતીથી નિમાયેલ વર્ગ-3 અને વર્ગ-4ના ફિક્સ પગાર કર્મચારીઓને જો તેમની ફરજ સિવાય સમાન કે ઉપલી જગ્યાની બીજી જવાબદારી સોંપવામાં આવે, તો હવે તેમને વધારાનું ચાર્જ એલાઉન્સ મળશે. આ નિર્ણય નાણા વિભાગના તાજેતરના પરિપત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યો છે અને તેનો અમલ તરતથી લાગુ પડશે.

2021 પછી નિમણૂક પામેલા કર્મચારીઓને ખાસ કરીને આ લાભ મળશે. સરકારે આ નિર્ણય પાછળ એક સ્પષ્ટ વિચાર રાખ્યો છે – કર્મચારીઓનું મનોબળ જળવાઈ રહે અને તેમને તેમની મહેનતનો યોગ્ય સન્માન મળે.

આ બદલાવ કેમ મહત્વનો છે?

ઘણા સરકારી કર્મચારીઓ એવા છે જેઓ મૂળ ફરજ કરતાં વધી ને કામ કરે છે. ક્યારેક સાથી કર્મચારીની રજા, ક્યારેક ખાલી પડેલી જગ્યા, અને એ બધાનો બોજ એક માણસ પર. પહેલાં આવી સ્થિતિમાં પણ કોઈ ખાસ વધારું મળતું નહોતું. હવે સરકારે આ વાતને સમજવાની કોશિશ કરી છે.

આ નિર્ણય એ લોકો માટે છે જેઓ શાંતિથી વધારે કામ કરે છે, ફરિયાદ કર્યા વગર જવાબદારી સંભાળે છે. હવે તેમની મહેનતને આર્થિક રીતે પણ માન્યતા મળશે.

કોને મળશે આ ચાર્જ એલાઉન્સ?

આ લાભ તેમને મળશે જે ફિક્સ પગાર પર વર્ગ-3 અથવા વર્ગ-4માં સીધી ભરતી દ્વારા નિમણૂક પામેલા છે અને જેમને તેમની ફરજ સાથે વધારાની જવાબદારી સોંપવામાં આવી છે. જો તમને સમાન કે તમાથી ઉચ્ચ પદની ફરજ સંભાળવી પડે છે, તો તમે પણ આ નવા લાભ માટે લાયક બની શકો છો.

આ નિર્ણય હેઠળ હવે પ્રવર્તમાન મહેનતાણાના આધારે 5 થી 10 ટકા ચાર્જ એલાઉન્સ આપવામાં આવશે, જે કુલ મળીને 15 ટકા સુધી થઈ શકે છે.

અગાઉ શું હતું અને હવે શું બદલાયું?

અગાઉ 2015ના ઠરાવ મુજબ ચાર્જ એલાઉન્સ નક્કી થતું હતું, પરંતુ પછી ફિક્સ પગારમાં થયેલા સુધારાઓ છતાં ચાર્જ એલાઉન્સ જૂના માપદંડ પર જ ગણાતું હતું. આથી કર્મચારીઓમાં અસંતોષ વધતો હતો.

Leave a Comment