ક્યારેક જીવન એવાં વળાંક આપે છે કે માણસ કંઈ બોલી પણ નથી શકતો. વરસાદ સમયસર ન આવે, વાવાઝોડું આવી પડે, વાવણી બરબાદ થઈ જાય… અને તમે ખેતરમાં ઊભા રહીને માત્ર એ જ વિચારો કે હવે શું? પાકમાં મહેનત પણ તમારી, નુકસાન પણ તમારું. એ સમયે મનમાં એક જ પ્રશ્ન ગૂંજે શું કોઈ પાક નુકસાન સહાય સાચે જ મને મળશે? અને મળે તો કેવી રીતે? Pak nuksan sahay form gujarat 2025
શરૂઆત તો અહીંથી થાય: પાક નુકસાન સહાય શું છે?
જ્યારે કુદરતી આફતના કારણે વાવેતર બરબાદ થાય છે, ઉત્પાદન ઘટે છે કે ખેતરમાં નુકસાન થાય છે ત્યારે સરકાર ખેડૂતોને આર્થિક મદદ આપે છે. આ મદદ સીધી તમારા બેંક ખાતામાં જમા થાય છે જેથી તમે ફરી ઉભા રહી શકો, ફરી વાવેતર કરી શકો અને ઘરનું ઘર ટકી રહે.
પાક નુકસાન સહાયની રકમ કેટલી મળે છે?
આ બાબતમાં ઘણી વાર ભૂલફાર ફેલાતી હોય છે. પણ હકીકત ખૂબ સ્પષ્ટ છે:
- પ્રતિ હેક્ટર ₹22,000 સહાય મળશે
- મહત્તમ 2 હેક્ટર સુધી સહાય
- એટલે કે કુલ ₹44,000 સુધી સહાય મળી શકે
- રકમ સીધું જ DBT દ્વારા તમારા બેંક ખાતામાં જમા થશે
અરજી ક્યારે કરવી? સમય ચૂકી ન જશો
ખેડૂત મિત્રો, સમય અહીં ખૂબ મહત્વનો છે.
સરકારે સમયખંડ સ્પષ્ટ આપ્યો છે:
- ઓનલાઇન અરજી 14 નવેમ્બર 2025, બપોરે 12 વાગ્યાથી શરૂ
- છેલ્લી તારીખ – 15 દિવસની અંદર
પાક નુકશાન માટે ઓનલાઇન ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ
- (૧) 7-12-8A
- (૨) વાવેતર નો દાખલો (મંત્રી પાસેથી)
- (૩) બેંક પાસબુક
- (૪) મોબાઇલ નંબર
- (૫) ખાતા માં એક થી વધારે નામ હોઈ તો સંમતિ પત્ર લાવવું (કોઈ પણ એક જ ખેડૂત ને લાભ મળશે)
- બધાની ઝેરોક્ષ જોશે
પાક નુકસાન સહાય માટે અરજી કેવી રીતે કરવી?
ગામની મદદ – VCE અથવા VLE મારફતે
- જો તમને ઑનલાઇન કામ આવડતું ન હોય તો ગામની પંચાયત જઈ શકો છો.
- VCE / VLE તમને બિનખર્ચે અરજી કરી આપશે.
અરજી કયાં કરવી?
ખેડૂત મિત્ર, આ અરજી તમે પોતાની રીતે ઑનલાઇન કરી શકતા નથી. સરકારએ સ્પષ્ટ કરી દીધું છે કે દરેક ખેડૂતે અરજી પોતાના ગામના VCE (Village Computer Entrepreneur) મારફતે જ કરવી પડશે.
આથી તમને ભૂલ થવાની શક્યતા ઘટે છે અને દસ્તાવેજોની ચકાસણી પણ ચોક્કસ થાય છે.
તમે ફક્ત તમારી જરૂરી દસ્તાવેજો સાથે VCE પાસે જવું છે.
14 ઓક્ટોબર બપોરે 12 વાગ્યાથી ફોર્મ શરૂ થઈ ચૂક્યા છે, અને આગામી 15 દિવસ સુધી અરજી ચાલુ રહેશે. એટલે વિલંબ ન કરતા — ફોર્મ વહેલું ભરાવી દો.
ફોર્મ ભરાઈ જાય પછી VCE તમારો સહી કરેલો ફોર્મ અને દસ્તાવેજો સિસ્ટમમાં અપલોડ કરશે.
તમારી તરફથી ત્યાં સુધીનું બધું કામ પૂરૂં.
સહાય ક્યારે આવશે?
આ પ્રશ્ન દરેક ખેડૂતના મનમાં હોય છે. અને સાચું કહું તો, તમે રાહ તો જોશો જ — પરંતુ અનિશ્ચિતતા ન હોવી જોઈએ.
સરકાર મુજબ, ફોર્મ સબમિટ થયા બાદ 30 થી 45 દિવસની અંદર પાક નુકસાન સહાય સીધી તમારા બેંક ખાતામાં જમા થઈ જાય છે.
તમારું પાક નુકસાનનું વળતર મેળવવા માટે ઓનલાઇન અરજી કરો — અહીં ક્લિક કરશો